National Institute of Open Schooling

Regional Centre Gandhinagar

Details Information

NIOS માં આપવામાં આવતી સુવિધાઓ અને વિશિષ્ટતાઓ:

વયમર્યાદા :

NIOS  માં પ્રવેશ માટે મહત્તમ ઉંમરની કોઈ મર્યાદા નથી. જો કે લઘુતમ ઉંમર માધ્યમિક અભ્યાસ માટે ૧૪ વર્ષ અને ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ માટે ૧૫ વર્ષની હોવી જોઈએ.

માધ્યમ પસંદગી માટેની સૂચનાઓ :

માધ્યમિક સ્તરે હિન્દી, અંગેજી, ઉર્દૂ, તેલુગુ, ગુજરાતી,મરાઠી, મલયાલમ અને ઓરીયા ભાષા ઉપલબ્ધ છે.

ઉચ્ચતર માધ્યમિક સ્તરે હિન્દી, અંગેજી, અને ઉર્દૂ ભાષાઓ ઉપલબ્ધ છે.

વિષયોની પસંદગી : 

જો તમે NIOS ના પ્રમાણપત્રનો ઉપયોગ કરી ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા હો તો તમારા આ હેતુ માટે તમારે NIOS ની પરીક્ષા પાસ કર્યા પછી જે બોર્ડ અથવા યુનિવર્સિટીમાં જોડાવું હોય તેની જરૂરિયાતને ધ્યાનમાં રાખી વિષયની પસંદગી કરવી. કેટલાંક બોર્ડ અને યુનિવર્સિટી તથા તેમની સાથે સંલગ્ન સંસ્થાઓમાં પ્રવેશ માટે ચોક્કસ વિષયોના સંયોજનો ફરજીયાતપણે હોવા જરૂરી છે.

ઉદાહરણ તરીકે :– મેડિકલ શાખામાં અભ્યાસ કરવા માટે જુદી-જુદી સંસ્થાઓમાં પ્રવેશ માટે રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન અને બે ભાષાઓ હોવી જરૂરી છે. NIOS ની દસમાં ધોરણની પરીક્ષા પાસ કર્યા પછી જો વિદ્યાર્થી સામાન્ય શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છતો હોય તો તેણે જે તે બોર્ડ અથવા શાળાની જરૂરીયાત મુજબ પાંચ અથવા તો છ વિષયો પસંદ કરવા જોઈએ.

વધારાના વિષયો : તમે તમારા પ્રવેશ સમયે અથવા તો તમારા અભ્યાસના સમયગાળામાં એક અથવા બે વધારાના વિષયની પસંદગી તમારી જરૂરિયાત મુજબ અથવા ઈચ્છા મુજબ કરી શકો છો.

શૈક્ષણિક અને રોજગારલક્ષી અભ્યાસક્રમનું સંયોજન :  NIOS ના અભ્યાસક્રમને વધારે સાર્થક બનાવવા શૈક્ષણિક વિષયોની સાથે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરે ઘણાબધાં રોજગારલક્ષી વિષયોને પણ દાખલ કરવામાં આવ્યા છે. આ રોજગારલક્ષી અભ્યાસક્રમો અધિકૃત વ્યાવસાયિક અધ્યયનકેન્દ્રો (Accredited Vocational Institutions – AVIs) માં ભણાવવામાં આવે છે. રોજગારલક્ષી અભ્યાસક્રમ વિષે રોજગારલક્ષી અભ્યાસક્રમો માટેની માહિતી પુસ્તિકામાંથી વધુ માહિતી મળશે.

સતત મૂલ્યાંકન : તમારા અભ્યાસ દરમ્યાન તમારી પ્રગતિની જાણ તમોને Tutor Marked Assignment (TMA) દ્વારા સતત થતી રહેશે.

સુગમ પ્રવેશ પધ્ધતિ : તમે NIOS માં તમારી પસંદગીના પ્રવાહમાં પ્રવેશ ઓનલાઈન મેળવી શકો છો અથવા નજીકના અધ્યયન કેન્દ્રનો સંપર્ક કરી શકો છો.

સુગમ પરીક્ષા પધ્ધતિ :  NIOS દ્વારા વર્ષમાં બે વાર જાહેર પરીક્ષા યોજાય છે. તમે તમારો અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે પાંચ વર્ષમાં નવ વખત જાહેર પરીક્ષા આપી શકો છો. જો કે તમે મૂલ્યાંકન અને પ્રમાણપત્ર મેળવવા માટે નીચે જણાવેલ પધ્ધતિમાંથી કોઈપણ એક પસંદ કરી શકો છો.

– NIOS દ્વારા વર્ષમાં બે વખત લેવાતી જાહેર પરીક્ષા.

– On Demand Examination System (ODES)

– કેટલાંક વિષયોની જાહેર પરીક્ષા અને બીજા વિષયોની (ODES).

ગુણ જમા લેવા (ક્રેડિટ એકયુમ્યુલેશન) : તમે કોઈપણ એક કે વધુ વિષયની પરીક્ષા આપી તેના ગુણ જમા લઈ શકો છો, એટલે કે આ ગુણ ત્યાં સુધી જમા રહેશે જયાં સુધી તમે પ્રમાણપત્ર માટે જરૂરી પાંચ વિષય પાસ ન કરી લો. આ જમા ગુણ તમારા અભ્યાસક્રમની નોંધણીના પાંચ વર્ષ સુધી માન્ય રહેશે.

ગુણની ફેરબદલ (Transfer of Credit): NIOS દ્વારા તમને Transfer of Credit ની સુવિધા આપવામાં આવે છે, જેમાં તમે તમારી પસંદગીના વધુમાં વધુ બે વિષય કે જેની પરીક્ષા માન્ય બોર્ડમાંથી પાસ કરી હોય તો તેના ગુણ જમા લઈ શકો છો.આમાં એ જરૂરી છે કે આ વિષયો માં પણ ઉપલબ્ધ હોવા જોઈએ પ્રવેશની મુદ્દત : તમારા પ્રવેશની મુદ્દત પાંચ વર્ષ સુધી માન્ય ગણાશે. તમે માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ પૂર્ણ કરવા પાંચ વર્ષમાં નવ વખત પરીક્ષા આપીને નિયત સમયમાં તમારો અભ્યાસ પૂર્ણ કરી શકો છો.

આંશિક પ્રવેશ (પાર્ટ એડમિશન) : આ પધ્ધતિ અનુસાર તમે એક અથવા વધારે વિષય માટે પરંતુ ચારથી વધુ વિષયમાં નહી, એ રીતે પ્રવેશ મેળવી શકો છો. ઉતીર્ણ થયા પછી તમને ફક્ત ગુણપત્રક આપવામાં આવશે.

વંચિત સમુદાયના લોકો માટે અભ્યાસ : વંચિત સમુદાયના એવા લોકો કે જેઓ શારીરિક અને માનસિક રીતે સક્ષમ ન હોય, સામાજિક અને આર્થિક રીતે પછાત હોય, ઝૂંપડપટ્ટીના બાળકો, બાળમજૂરો, ગ્રામીણ મહિલાઓ વગેરેની જરૂરીયાતોને ધ્યાનમાં રાખી NIOS  દ્વારા તેમના શિક્ષણ માટે વિશિષ્ટ અધ્યયન (Special Accredited Institutions for Education of Disadvantaged – SAIED) કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે.

જેલના કેદીઓને તક : જેલના કેદીઓને જેલમાંથી છુટ્યા બાદ આજીવિકા મેળવવામાં મદદ કરવા અને તેમને મુખ્ય ધારા સાથે જોડવા NIOS એ ભારતભરની જેલોમાં પોતાના અધ્યયનકેન્દ્રો શરૂ કર્યા છે. જેલના કેદીઓને ફીમાં (પ્રવેશ અને પરીક્ષા ફી) પૂરેપૂરી માફી આવી છે.

અભ્યાસની પદ્ધતિ

માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અભ્યાસ માટેના વિષયો કોષ્ટક-૧ માં દર્શાવવામાં આવ્યા છે. ઉતીર્ણ થયાનાં પ્રમાણપત્ર માટે તમારે ઓછામાં ઓછા પાંચ વિષયો પાસ કરવા જરૂરી છે જેમાં જૂથ માંથી એક અથવા બે ભાષાઓ સાથે જૂથ-બ માંથી બાકીના ત્રણ અથવા ચાર વિષયો હોવા જોઈએ. જો કે તમે વધારાના બે વિષય પસંદ કરવા મુક્ત છો. આમ, તમે વધુમાં વધુ સાત વિષય પસંદ કરી શકો છો.

Share
National Institute of Open Schooling © 2017 Safal Group